Feb 1, 2013

કર્મયોગ





ગીતા ના શ્લોકો નો અર્થ સમજ્યા વગર માત્ર જ્ઞાન તરીકે તેનું
પ્રદર્શન કરનાર લોકો ની કમી નથી ....

ઘણી વખત ઘણા લોકો ને અર્થ ની ખબર હોય તો
માત્ર જ્ઞાન તરીકે તે બુદ્ધિ માં હાજર હોય છે ..એટલું જ ........

અથવા
તો સાચા અર્થ માં સમજ્યા હોય તેવું લાગતું નથી .

ઉદાહરણ તરીકે ---

લગભગ ઘણા લોકોને હું કહેતા સાંભળું કે --

----"આપણે તો બસ કર્મ કરવાનું --ફળ આપવું ના આપવું એના હાથમાં છે "

----"આપણે તો બસ  કર્મ કરવાનું -તે કોક દિવસ તો ફળ આપશે "

---"આપણે તો બસ  કર્મ કરવાનું -ફળ ની આશા નહી રાખવાની "

અને પછી તરતજ કહે કે--

" ગીતામાં લખ્યું છે કે -

કર્મણ્યે વાધીકારસ્તે માં ફલેષુ કદાચન "

ઘણી વખત આવાં ઉપરનાં વાક્યો સાંભળી પ્રશ્ન જરૂર થાય કે --

આવા ફળ ની આશા રાખ્યા વગર કર્મ કરનાર કેટલા હશે ?
પણ

આવા ફળ ની રાહ જોઈને સતત કર્મ કરનાર તો હર રોજ જોઈએ છીએ ..

કોઈના પર આંગળી તો કેમ ચીંધાય ??

પણ અહી એ ગીતા ના બહુ જ પ્રચલિત શ્લોક નું શબ્દ  થી શબ્દ નું
ભાષાંતર રજુ કરું ----

ગીતા --૨-૪૭

તે         =તારો
કર્મણી     =કેવળ કર્મ કરવામાં
એવ       =જ
અધિકાર   =અધિકાર છે
ફલેષુ       =ફળમાં (અધિકાર )
કદાચન    =ક્યારેય પણ
માં          =નહિં

કર્મફલહેતુ   =કર્મો નાં ફળની વાસના વાળો (પણ)
માં ભૂ        =થા નહી
તે            =તારી
અકર્મણી     =કર્મ ના કરવામાં (પણ)
સંગ્          =પ્રિતી
માં અસ્તુ     =ન થાય


અહી જોઈએ તો -----

સીધો જ અર્થ સમજાવે છે કે --

ફળ ઉપર આપણો અધિકાર નથી ----

જે લોકો એ" શિવોહમ" નો અનુભવ કર્યો હોય કે
પોતે "શિવોહમ "કહી શકતા હોય તેને જ આ કદાચ
સાચી રીતે સમજાય ........

અથવા
તો જેને "શિવોહમ " નો અનુભવ કરવો હોય તેને
કદાચ આ  વાત સમજાવી જોઈએ ?!!!!!!!
-------------------------------------------------------------------------
આ કર્મયોગ ની પ્રાથમિક સમજ છે
-----------------------------------------------------------------------
કર્મયોગ ને
વધારે સારી રીતે સમજવા
 --------------------------------------------------------------------
ગીતા ૪-૨૪

યજ્ઞ માં
અર્પણ કરવાની -ક્રિયા- ------- બ્રહ્મરૂપ છે -
હૂત દ્રવ્ય (તલ વગેરે)----------બ્રહ્મ છે
આહૂતિ આપનાર --------------બ્રહ્મ છે
આહૂતિ અપાય છે -------------બ્રહ્મરૂપ અગ્નિમાં

અને  આમ

આ બ્રહ્મ કર્મ (યજ્ઞ) માં લીન થયેલા બ્રહ્મવેતા ને
પ્રાપ્ત થનારું ફળ પણ "બ્રહ્મ" જ છે ...........

---------------------------------------------------------------------------

ગીતા ૪-૨૨

--અનાયાસે જે કંઇ મળી જાય તેમાં સંતુષ્ટ રહેનારો
--દ્વંદો (સુખ-દુખ વગેરે)થી દૂર રહેનારો
--ઈર્ષા વગરનો
--સિદ્ધિ -અસીદ્ધિ માં સમભાવ વાળો

પુરૂષ
કર્મો કરીને પણ તેનાથી બંધાતો નથી

-----------------------------------------------------------------

ગીતા ૪-૨૦

જે પુરૂષ
સાંસારિક આશ્રય થી રહિત થઇ --
સદા પરમાનંદ માં તૃપ્ત
ને
કર્મો ન ફળ અને કર્તાપણા ના અભિમાન ને ત્યજીને

(પછી)

કર્મ માં સારી રીતે પ્રવૃત થયેલો
હોવા છતાં
પણ (વસ્તુત)
કશું જ કરતો નથી.

-----------------------------------------------------------------------

ગીતા ૨-૪૮

આશક્તિ ત્યજીને (તથા)
સિદ્ધિ -અસીદ્ધિ માં સમ (સમ બુદ્ધિ )
થઇ
યોગ માં સ્થિત થયેલો
કર્મ કર

આ સમત્વ ભાવ જ (સમતા)
યોગ
કહેવાય છે.

-----------------------------------------------------------------------

હવે કદાચ સમજાય કે -----

ફળ પર આપણો અધિકાર નથી ........................